Geo Gujarat News

રાજકોટ: ધોરાજીની ધરતી પર મેમન સમાજને નવી રાહ ચીંધી, સૌ પ્રથમ પાંચ સમુહ લગ્નનું સફળ ભવ્યાતિભવ્ય આયોજન કરાયું

ધોરાજી પોઠીયાવાલા મેમન જમાત-ધોરાજી તથા Wmo યુથ વિંગ-ધોરાજી દ્વારા ‘પહેલો મેમન સમુહ શાદી-ધોરાજી ૨૦૨૫’ અત્રે શાહજી હોલ ખાતે પ્રથમ વાર ૫ સમુહ શાદીનું આયોજન રાખવામાં આવેલ હતું. આ મેમન સમુહ શાદીના સ્પોન્સર તરીકે હાજી અમીન ગાડાવાલા ટ્રસ્ટ-મુંબઇ, વર્લ્ડ મેમન ઓર્ગેનાઇજેસન- મુંબઈ, એમ.એમ.સ્કુલ ટ્રસ્ટ-ધોરાજી ત્થા હાજી ઉસ્માન ચીડીમાર એજ્યુ.એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા રાખવામા આવેલ હતું. ભારે શાનથી ઉજવાયેલ આ સમુહ શાદીમાં પ્રમુખ મહેમાન તરીકે જનાબ ડો. અબ્દુલ હકીમ સાહેબ અઝહરી (મેનેજિંગ ડિરેક્ટર મરકઝ નોલેજ સીટી-કેરેલા), વર્લ્ડ મેમન ઓર્ગેનાઇજેસન ઇન્ડીયા ના પ્રમુખ ડો.હશીન અધાડી, એહસાનભાઇ ગાડાવાલા,ઇકરામ ભાઇ મેમન(ચીડીમાર),શબ્બીર ભાઇ પાટકા, અલમાસ બાબા સેટ, જેનીથ ફાઉન્ડેશન, ઝાહિદ ભાઈ લોંખડવાલા, અફરોઝભાઇ લકડકુટા, ફુઆદભાઇ ત્થા જુનેદભાઇ લાટીવાલા,કાદરભાઇ જોડીયાવાલા ,હાજી રજાકભાઇ ધોડી, આજમભાઇ તુમ્બી ત્થા Wmo ના હોદેદારો ત્થા સીટી ચેરમેન સહીત બહોળી સંખ્યામા મહાનુભવો હાજર રહી દુલ્હા-દુલ્હનને આશીર્વાદ આપેલ હતા. તેમજ આયોજક ઇમ્તિયાઝભાઇ પોઠીયાવાલા ત્થા બાશીતભાઇ પાનવાલા, અને Wmo યુથ વિંગ ધોરાજી ને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવેલ હતા.

હાજી અફરોઝ લકડકુટાના પ્રાસંગિક ઉદબોધનથી સમાજમા નવી ઉર્જાનો સંચાર કર્યો:- આ તકે હાજી અફરોઝ લકડકુટાએ પોતાના પ્રવચન મા દુલ્હા-દુલ્હનને મુબારકબાદ પાઠવેલ હતા અને આ સમુહ લગ્ન ના સ્પોન્સર વિશે જણાવતા જણાવ્યું હતું, કે તમામ સ્પોન્સર મૂળ ધોરાજીના છે. અને તેમના બાપ-દાદા ની માદરે વતન પ્રત્યે સેવાઓને યાદ કરેલ હતા. અને આ પરંપરા તેમના યંગ જનરેશન એ ચાલુ રાખેલ છે. અને માદરે વતન ધોરાજી માટે દરેક સામાજિક સેવા માટે સ્પોન્સર ડો.હસીનભાઈ અધાડી, એહસાનભાઇ ગાડાવાલા, એમ.એમ.સ્કુલ ટ્રસ્ટ અને ઇકરામ ભાઇ મેમન (ચીડીમાર) ને આભાર સાથે અભિનંદન પાઠવેલ હતા.

અભિનંદન પાઠવતા અફરોઝભાઇએ પોઠીયાવાલા મેમન જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઇ પોઠીયાવાલા તથા સેક્રેટરી બાશીતભાઇ પાનવાલાની મહેનત રંગ લાવી :- ઉપરોકત કાર્યક્રમ ની તૈયારી માં તનતોડ મહેનત કરી સહકાર આપનાર આસીફ બાપુ કાદરી ને આયોજક તરફ થી શાલ ઓઢાડી આભાર મોમેન્ટો ડો.હસીનભાઈ અધાડીના હસ્તે તથા ચાંદીનો સીકકો અફરોઝ ભાઈ લકડકુટા દ્વારા એનાયત કરવામા આવેલ હતો. સમૂહ શાદીની રશમ બાદ, જમણવાર અને ઉપરોકત કામગીરીમા આયોજક પોઠીયાવાલા જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઇ પોઠીયાવાલા, બાશીતભાઇ પાનવાલા, સરફરાજભાઈ વાધરીયા, ઇકબાલભાઇ બતીવાલા, નોફલભાઇ લોંખડવાલા, ઇરફાન ભાઈ તથા જાવીદભાઇ અ.કરીમ પોઠીયાવાલા,શાકીરભાઇ સાંગા, ઇમ્તિયાઝભાઇ સુપેડીવાલા, હાજી અફઝલ રાયતા, ડેની,વિગેરે ની કામગીરી અને વ્યવસ્થા માં ચાર ચાંદ લગાવેલ હતા,

તેમજ શાહી મેમન સમુહ શાદી-૨ ની જાહેરાત પોઠીયાવાલ મેમન જમાત દ્વારા ટૂંક સમય મા જાણ કરાશે તેવી જાહેરાત ઇમ્તિયાઝભાઇ પોઠીયાવાલા તથા બાશીતભાઇ પાનવાલા દ્વારા કરવામાં આવેલ હતી.

સકલૈન ગરાણા, ધોરાજી

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *