આમોદ-જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય દેવ કિશોર સ્વામીની લોકહિત માટેની રજુવાત આમોદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે રોજિંદા કાર્ય સહિત ખેડૂતનાં ખેતરો માં અવર-જવર તેમજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હોય કે પાલેજ હાઇવે હોય કે આમોદ -ભરૂચ નેશનલ હાઈવે 64 વિગેરે અવર જવર માટે આર્શીવાદ રૂપી ભેટ સ્વરૂપ સાબિત થશેની લોક ચર્ચાએ હાલ જોર પકડ્યું છે. અને ગ્રામજનોમાં ખુશીની લહેર પણ જોવા મળી રહી છે.

આમોદ પંથકનાં સરભાણ ગામથી પાલેજના રોડનું સમગ્ર તાલુકા ભરમાં પેહલો રોડ ભારત સરકારની નવી ટેક્નોલોજીથી પ્લાસ્ટિક વેસ્ટમાંથી નિર્માણનું ખાતમુહૂર્ત ગત થોડા દિવસો પહેલાજ ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ કર્યું હતુ. અને ગણતરીના દિવસો બાદ ફરી એકવાર લોકહીતની રજુવાતનાં સદર્ભમાં વર્ષો પેહલા બનેલા ખખડધજ સ્તિથીમાં હોય એવા સરભાણ રોડથી પાલેજ રોડને સીધા લગતા વળગતા મેઈન રોડ કહી શકાય એવા શ્રી કોઠી ગામથી નિણમ ગામ રોડ અને દોરા ગામથી મેસરાદ ગામ તેમજ રનાડા ગામથી કેશલું ગામનો કુલ રકમ ૪,૭૭,૬૭,૧૭૮(ચાર કરોડ, શીત્તોતેર લાખ, સદસઠ હજાર) નો માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરથી મંજુર કરાવી આજરોજ ધારા સભ્ય દેવ કિશોર સ્વામીએ ખાત મુહૂર્ત કર્યું હતુ.

વર્ષો પેહલા નિર્માણ પામેલા રોડ ખખડધજ સ્થિતિમાં હોય જે ફરી નવનિર્માણ થતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર:– આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આમોદ તાલુકા પ્રમુખ દિપક ચૌહાણ, હિતેશ ભાઈ, વગેરે ભાજપ નાં શહેર અને તાલુકા હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ખખડધજ રોડ એક બીજા તાલુકા અને જિલ્લાઓ અને ખાસ ગ્રામ્ય વિસ્તારનો રોડ વર્ષો બાદ નવનિકરણ થઈ રહ્યું છે. ત્યારે ગ્રામજનોએ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ અને ધારાસભ્ય દેવ કિશોર સ્વામી સહિત માર્ગ અને મકાન વિભાગનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com