Geo Gujarat News

નેત્રંગ: તાલુકા પંચાયતનાં પ્રાંગણમાં વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

સમગ્ર ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત નેત્રંગ તાલુકા પંચાયતનાં પ્રાંગણમાં પણ વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ નિતેશભાઇ પરમાર, તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ, એ.સો.ધારવભાઈ પટેલ, વિસ્તરણ અધિકારી યોગેશભાઈ પવાર, ઈ.ટી.ડી.ઓ. વિશાલભાઈ વસાવા, કામલીયા સરપંચ પિન્ટુભાઈ, ખરેઠા સરપંચ સતીષભાઈ વસાવા, નેત્રંગ ગ્રામ પંચાયતના માજી સરપંચ બાલુભાઈ કે વસાવા તેમજ આગેવાન સંકેતભાઈ પંચાલ, આગેવાન ગૌતમભાઈ વસાવા તથાં અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ કર્યું હતું.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *