Geo Gujarat News

ઝઘડિયા: GIDC ની સેન્ટ ગ્લોબિન કંપનીમાં એક કામદારનું કરુણ મોત, કાચ બનાવતી કંપનીમાં કાચ લોડીંગ વેળા ધટના બની

ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઇડીસીની સેન્ટ ગ્લોબીન કંપની કાચ ઉત્પાદનનું કામ કરે છે છે. 25 વર્ષીય આકાશ વસાવા કંપનીમાં કામદાર તરીકે ફરજ બજાવતો હતો. ઘટના સમયે આકાશ કાચની સ્લાઈડનો મોટો જથ્થો ટ્રકમાં લોડ કરવાનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેના કાચની સ્લાઈડ નો મોટો જથ્થો તેના પર પડ્યો હતો. અકસ્માતમાં આકાશને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત આકાશને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ શરૂ કરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *