Geo Gujarat News

વાગરા: દહેજના ભુતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાગરા તાલુકાના દહેજના પોલીસ ઈન્સ્પેકટર એચ.બી.ઝાલાનાઓના માર્ગદર્શન મુજબ, દહેજ પો.સ્ટેના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા, તે સમય દરમ્યાન પો.કો સેતાનસિંહ દલપતસિંહનાઓને પોતાના અંગત અને વિશ્વાસુ બાતમીદારથી ચોક્કસ બાતમી મળેલ કે, દહેજ ગામે જુના બંદર રોડ ઉપર ભુતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડા પાસે દહેજ ગામનો રાહુલ સુરેશભાઈ રાઠોડનાઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી પોતાના માણસો મારફતે ઝૂંપડા પાસે છુપાવી રાખી વેચાણ કરાવે છે, જેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા તેના દહેજ ગામે જુના બંદર રોડ ઉપર ભુતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડાની આજુબાજુ તપાસ કરતા મિણીયાના બેગો પડેલ જણાયેલ હતા, સદર મિણીયાના બેગોમાં ચેક કરતા, ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચ તથા પ્લાસ્ટીકની તથા ટીન બીયર મળી કુલ નંગ ૧૭૬૩ ની કિંમત રૂ.૨,૬૫,૩૫૦/- તથા એક મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ-૫૦૦૦/-મળી કુલ કિ.રૂ.૨,૭૦,૩૫૦/-નો મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી બે ઇસમો (૧) રોહિત ઉર્ફે રાવણ કનુભાઈ રાઠોડ અને (૨) દિલીપ ઉર્ફે કાળીયો રામદેવ ભગત પકડાઇ જઈ તથા એક આરોપી રાહુલ સુરેશભાઈ રાઠોડને વોન્ટેડ રાખી જેઓ વિરૂધ્ધ પ્રોહી. એક્ટ કલમ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

KETAN MEHTA
Author: KETAN MEHTA

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *