ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વટ સાવિત્રી પર્વની સૌભાગ્યવતી બહેનો દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેઠ સુદ પૂનમ એટલે કે વટ સાવિત્રી પર્વની સૌભાગ્યવતી બહેનો દ્વારા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તેમજ પરિવારના આરોગ્ય અને તંદુરસ્તી માટે વટ સાવિત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. વડને સુતરની આંટી વીંટી પતિના લાંબા આયુષ્ય માટે બહેનોએ વ્રતની ઉજવણી કરી હતી. સૌભાગ્યવતી બહેનોએ એક ટાણા ઉપવાસ કરી વ્રતની ઉજવણી કરી હતી.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com