Geo Gujarat News

ભરૂચ શહેરના લીંબુ છાપરી ધોબી તળાવ પાસે રહેણાંક મકાનમાં પત્તા-પાનાનો હાર-જીતનો જુગાર રમતા સાત આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ

 

ભરૂચ,

એમ.પી.વાળા, પોલીસ ઇન્સપેક્ટર, એલ.સી.બી. ભરૂચનાઓએ જરૂરી માર્ગદર્શન આપી લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી જુગારના કેસો શોધી કાઢવા એલ.સી.બી. દ્વારા હાથ ધરવામાં આવેલ સઘન પ્રયત્નોના આધારે એલ.સી.બી.ના પો.સ.ઇ. ડી.એ.તુવર તથા ટીમના માણસો ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતા, તે સમય દરમ્યાન બાતમી મળેલ કે “ ધોબી તળાવ લીંબુ છાપરી વિસ્તારમાં જશવંત શનાભાઇ વસાવા નામનો વ્યક્તિ બહારથી જુગારીઓને બોલાવી પોતાના ઘરમાં ભેગા કરી, પોતાના આર્થીક ફાયદા માટે પત્તા-પાનાનો હાર-જીતનો જુગાર રમી રમાડે છે” જેથી સદર જગ્યાએ એલ.સી.બી ટીમ દ્વારા જુગાર અંગે સફળ રેઈડ કરી જુગાર રમતા સાત આરોપીઓ (૧) જશવંત શનાભાઇ વસાવા (૨) લુકમાન સિદ્દીક શેખ (૩) પુર્વેશ ખોડાભાઇ વસાવા (૪) જગદીશભાઇ મનુભાઇ વસાવા (૫) કૌશીકભાઇ અશોકભાઇ વસાવા (૬) ગૌતમ કમલેશભાઈ વસાવા અને (૭) અલ્પેશ સોમાભાઇ વસાવા (તમામ રહે. ભરૂચ.) ને રોકડા રૂપીયા, મોબાઈલ નંગ-૦૩ તથા જુગાર રમવાના સાધનો મળી કુલ કિંમત રૂ. ૪૭,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુધ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસર કાર્યવાહી કરી, ભરૂચ શહેર “બી” ડીવીઝન પો.સ્ટે.માં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે.

KETAN MEHTA
Author: KETAN MEHTA

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *