આમોદ તાલુકાના તણછા ગામે વર્ષો પુરાણું અતિ-પૌરાણિક સત્યનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે. જે રામજી મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરને ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનોએ ભેગા મળીને નવનિર્માણ કરાતા તારીખ ૧૦ થી ૧૨ સુધી ધાર્મિક પોગ્રામોનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ પ્રથમ દિવસે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

અને પૂજા વિધી શરુ કરી હતી. જેમાં ૪૫ થી ૫૦ જોડાઓ જોડાયા હતા. આ સમગ્ર પોગ્રામ આગામી ત્રણ દિવસ સુધી ચાલશે. એટલે કે ૧૦ થી ૧૨ તારીખના બપોરે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યાર બાદ મહાપ્રસાદીનો લાભ અને રામજી મંદિરમાં બિરાજમાન મર્યાદા પુરુષોત્તમ રામજીના દર્શન અર્થે ભાવભીનું ટ્રસ્ટીગણ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com