Geo Gujarat News

નેત્રંગ: વાંદરવેલી ગામે મુખ્યમંત્રી વનઅધીકાર ખેડુત ઉત્કૃષઁ યોજનાનો સાંસદે પ્રારંભ કરાવ્યો.

નેત્રંગ તાલુકાના જંગલવિસ્તારમાં સિંચાઈ-પીવાના પાણી માટે ૧૦૬ બોર કરાશે ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં જંગલની જમીન ખેડતા ખેડુતને સિંચાઈ માટેનું પુરતું પાણી મળી શકે તે માટે ૧૦ થી વધુ ગામોમાં કુલ.૧૦૬ એક બોર-મોટર દીઠ રૂ.૧,૫૦,૦૦૦ મંજુર થયા છે.નેત્રંગ તાલુકાના વાંદરવેલી ગામના ખેડુત-લાભાર્થી નરપતભાઇ વસાવાના ખેતરમાં આ યોજનાનો પ્રારંભ કરતાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા જણાવ્યા હતું કે,આદિવાસીઓના કલ્યાણ માટે રાજ્ય-કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ અમલ મુકી છે.પરંતુ શિક્ષણ,પશુપાલન,કૃષિ અને જાત મહેનત કરીશું તો આદિવાસીઓનો વિકાસ થશે.મુખ્યમંત્રી વનઅધીકાર ખેડુત ઉત્કૃષઁ યોજના હેઠળ જ જંગલની જમીનનું લેવલીંગની કામગીરી રૂ.૪૦,૦૦૦ અને ખેતરમાં પાળાબંધી કરવા માટે રૂ.૧૦,૦૦૦ રાજ્ય સરકાર સહાય આપે છે.નેત્રંગ તાલુકાના ૩૩ ખેડુત-લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.ગુજરાત પેટર્ન સહિતની યોજનામાંથી જંગલવિસ્તારના ખેડુતોના કલ્યાણ માટે બોર-મોટર સહિત વિવિધ યોજના આવનાર સમયમાં અમલીકરણ થનાર છે.જે દરમ્યાન નેત્રંગ તાલુકા પંચાયતના સભ્યો,વિવિધ ગ્રા.પંચાયતના સરપંચ અને ખેડુત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્યાંગ મીસ્ત્રી, નેત્રંગ

Kadar Khatri
Author: Kadar Khatri

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *