Geo Gujarat News

ભરૂચ: ને.હા ૪૮ ઉપર અસુરીયા નજીક અકસ્માત સર્જાયો, ડમ્પર ચાલક ફસાતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો

ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરાથી ભરૂચ તરફ આવી રહેલા ડમ્પરનો અસુરીયા નજીક અકસ્માત થયો હતો. અકસ્માતમાં ચાલક વાહનની કેબિનમાં ફસાઈ ગયો હતો. નબીપુર પોલીસ મથકનો સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી હતી. રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ ચાલકને કેબિનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે નેશનલ હાઈવે નંબર 48 પર લાંબો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ અને ફાયર વિભાગની ટીમે અકસ્માતગ્રસ્ત વાહનને હટાવી વાહન વ્યવહાર પૂર્વવત્ કર્યો હતો.

KETAN MEHTA
Author: KETAN MEHTA

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *