વરણામા પોલીસે બાતમીના આધારે ચાર લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડતા ગેરકાયદેસર દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક ટાટા ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ ભર્યો છે. જે બાતમીના આધારે પોલીસે ટ્રકમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારુના બીયર ટીન નંગ-૨૧૮૪ કિ.રૂ.૪,૦૯,૮૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૨૫,૫૦૦ તથા સિફ્ટ ગાર્ડ બિરલા વાઈટ સિમેંટની થેલી નંગ-૯૮૬ કિ.રૂ.૬,૬૫,૪૧૪ તથા ટ્રક કિંમત ૧૫,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૨૬,૦૦,૭૧૪ ના ગે.કા. મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની અટકાયત કરી હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com