આમોદમાં હાલ ૩.૧૯ કરોડનાં ખર્ચે નવા એસ.ટી.ડેપોનું કામ ચાલી રહ્યું છે. જેમાં તકલાદી મટીરીયલ વાપરી કામગીરી કરવામાં આવતી હોવાનું ઘ્યાને આવતાં જાગૃત નાગરિક દ્વારા કોન્ટ્રાકટર પાસે એસ્ટીમેટની કોપી માંગતા કોન્ટ્રાકટર દ્વારા પૈસા લઇને વાત પૂરી કરવાનું કહેતા વીડિયો વાયરલ થતાં એસ.ટી ડેપોની કામગીરીની ગુણવત્તા સામે અનેક શંકાઓ જન્મી છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આમોદમાં નવા બની રહેલા એસ.ટી ડેપોના બાંધકામ બાબતે એસ્ટીમેટની કોપી માંગતા વિપુલ નામનાં કોન્ટ્રાક્ટરે ગલ્લા તલ્લાં કરી છેલ્લા ચાર માસથી એસ્ટીમેન્ટની કોપી નહી આપી કામકાજ ચાલુ રાખ્યું હતું.
મીડિયા કર્મી દ્વારા એસ્ટીમેટ કોપી માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા લઇ વાત પુરી કરવાંનું કહેતા કામગીરીની ગુણવત્તા સામે શંકા:- જેથી આજરોજ મીડિયા કર્મીએ સ્થળ ઉપર પહોંચી એસ્ટીમેટની કોપી માંગી તો ત્યાં હાજર વિપુલ નામના વ્યક્તિએ મીડિયા કર્મીને તમારે સ્ટીમેટ શુ કરવું છે? કહી એસ્ટીમેટની કોપીના બદલામાં રૂપિયા આપવાનો પ્રયાસ કરતા કેમેરામાં કેદ થયો હતો. જે અંગે મીડિયા કર્મીએ જવાબ આપ્યો કે ભાઈ મારે પૈસા નથી જોઈતા એસ્ટીમેટની કોપી જોઈએ છે. હાજર મીડિયા કર્મીના કેમેરામાં આ વીડિયો કેદ થયો હતો. જે હાલ વાયરલ થયો છે.
૩.૧૯ કરોડનાં સરકારી ખર્ચે બની રહેલા એસ.ટી ડેપોની કામગીરીના સ્થળ ઉપર હાજર કોન્ટ્રાક્ટર પાસે એસ્ટીમેટની કોપી નથી તદુપરાંત કઈ ગ્રાન્ટમાંથી કામગીરી ચાલે છે. જે અંગે પણ કોઈ બોર્ડ લગાવ્યું નથી. જેથી અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી તકલાદી કામગીરી ચાલી રહી હોવાની વાતો પંથકમાં વહેતી થઈ છે. ત્યારે નવા બની રહેલા એસ.ટી ડેપોની ગુણવત્તા સામે અનેક શંકાઓ આકાર લઈ રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા એસ્ટીમેટની કોપીના બદલે રૂપિયા આપવાનો પ્રયાસ કેમ કરાયો.? શું ત્યાં કોઈ ગેરરીરતી થઈ રહી હશે ? એસટી ડેપોની કામગીરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હશે.? શું કોન્ટ્રાક્ટર કોઈ વાત છુપાવા માંગે છે.? શુ હશે સમગ્ર મામલો એ અંગે યોગ્ય તપાસ જરૂરી બની છે.
અત્રે ઉલ્લેખનીય છે, કે ધારાસભ્ય ડી.કે સ્વામીની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા આમોદ ખાતે નવા એસ.ટી ડેપો બનાવવા માટે ૩.૧૯ કરોડની ફાળવણી કરાઈ હતી. ત્યારે ધારાસભ્ય એસ.ટી ડેપોની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરશે કે કેમ ? ઉપરાંત એસ.ટી.ડેપોના તકલાદી બાંધકામ અંગે કોઈ નિષ્પક્ષ એજન્સી દ્વારા તપાસ કરાવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com