Geo Gujarat News

ભરૂચ: સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત જુના વાહન લે-વેચ કરતા ઇસમો વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ-૬૩ ગુના દાખલ કરતી જિલ્લા પોલીસ

અસામાજીક તત્વો દ્વારા અસામાજીક પ્રવૃત્તિને અંજામ આપવા માટે જુના વાહનો જેમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર તથા સ્પેર પાર્ટોનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે જાહેર સલામતી, સુરક્ષા તેમજ શાંતીનું વાતાવરણ જોખમાવાના કારણે સામાન્ય નાગરીકો તેમજ પ્રજામાં અસુરક્ષાનો માહોલ ન ફેલાય અને આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે હેતુસર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શનના આધારે, તેમજ ભરૂચ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર, ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડેલ હોય.

જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર જુના વાહનો જેમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર તથા સ્પેર પાર્ટો ખરીદનાર/ વેચનાર કરતી દુકાનો/ગેરેજોનું ચેકીંગ હાથ ધરવા તા.૧૨/૦૬/૨૦૨૫થી તા.૧૩/૦૬/૨૦૨૫ સુધી દિન-૨ માટે સ્પેશ્યલ ઝુંબેશ રાખવામાં આવેલ, જે દરમ્યાન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પો.સ્ટે. વાઇઝ અલગ અલગ ટીમો બનાવી ચેકીંગ કામગીરી કરતા જુના વાહનો લે-વેચ કરવા સબંધનું નિયત કરેલ વેચનારનું નામ/સરનામુ અને વેચવાનું કારણ તથા ખરીદનારનું નામ/સરનામુ તથા મોબાઇલ નંબર, ખરીદનારનું આઇ.ડી. પ્રુફ તથા રેસીડન્ટ પ્રુફની વિગત, જુનુ ખરીદવાનું/ ખરીદયા અંગેનું કારણ અને તારીખ, એન્જીન/ચેસીસ નંબર/ મોડલ નંબર/રજીસ્ટ્રેશન નંબર વિગેરેની વિગત અંગેની ઝેરોક્ષ મુજબનું રજીસ્ટર નિભાવેલ ન હોય તેવા દુકાન/ગેરેજોના માલીક વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ-૬૩ ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) ની કલમ મુજબ ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આવનાર દિવસોમાં આવા જાહેરનામા ભંગના અમલીકરણ અંગે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કેસો કરવા સતત કાર્યરત રહેશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *