ભરૂચ એલસીબીએ અંકલેશ્વરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે. પ્રતિન ત્રણ રસ્તા નજીક આવેલ વેલકમ હોટલ પાછળના બંધ સીને પ્લાઝા સિનેમા પાસેથી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે ભરૂચના ફાટા તળાવ વૈરાગી વાડના રહેવાસી દિનેશ કાંતિ વસાવા આ સ્થળે વિદેશી દારૂનું વેચાણ કરે છે. દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂની 64 બોટલ જપ્ત કરી હતી. પોલીસે દિનેશ કાંતિ વસાવા, કલ્પેશ જયંતીજી પટોસણા, પિન્ટુ ગુટ્ટીમલ જૈન અને રાજેશ કાનજી પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં ત્રણ મોબાઈલ ફોન અને ત્રણ વાહનો સહિત કુલ 98 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. શાહરુખ અલ્લા રખા શેખ, આકાશ પટેલ અને પ્રતીક બીપીનચંદ કાયસ્થ નામના ત્રણ આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com