ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખડોલી ગામમાં શિવ મિનરલ્સ સિલિકા પ્લાન્ટમાં અમદાવાદના 32 વર્ષીય ઈલેક્ટ્રિશિયન શ્રવણકુમાર શ્રીજોખુરામ ગૌતમનું કન્વેયર બેલ્ટમાં ફસાઈ જવાથી મોત નીપજ્યું છે. શ્રવણકુમાર પ્લાન્ટમાં કાર્યરત હતા તે સમય દરમિયાન તેમનો હાથ કન્વેયર બેલ્ટમાં આવી જતાં તેઓ મશીનમાં ખેંચાઈ ગયા હતા. ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પ્લાન્ટમાં કુલ 25 શ્રમિકો કામ કરે છે. દુર્ઘટનાની જાણ થતાં પ્લાન્ટ મેનેજર રાજકુમાર સુરેન્દ્ર પાલ અને અન્ય કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાજપારડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતકના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com