આમોદ તાલુકાના ઇખર ગામે અસ્થિર મગજની હાલતમાં એક યુવતી ગામમાં રઝળતી જોવા મળી હતી. ગ્રામજનોએ યુવતી ક્યાંથી આવી અને ક્યાં જવાનું છે. તેનું નામ શું છે. તેમ પૂછતાં કોઈ જવાબ આપ્યો ન હતો. જેથી ગ્રામજનોએ આ અંગે તાત્કાલિક આમોદ પોલીસને જાણ કરી હતી. જેથી આમોદ પોલીસ તાબડતોબ ઇખર ગામે પહોંચી ગઈ હતી. અને યુવતીને આમોદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં પોલીસે યુવતીનું કાઉન્સિલિંગ કરતા યુવતી દ્વારા કોઈજ ઉત્તર આપવામાં આવ્યો ન હતો. જેથી આ યુવતી અસ્થિર મગજની હોવાનું જણાય આવ્યું હતું. જેથી પોલીસે પ્રજા જોગ સંદેશ જાહેર કર્યો છે.
ફોટોમાં દેખાતી યુવતીના વાલી વારસોએ આમોદ પોલીસનો સંપર્ક કરવો તેમજ જો કોઈ આ યુવતીને ઓળખતું હોઈ તો તાત્કાલિક ૦૨૬૪૧૨૪૫૩૩૩ તેમજ ૯૯૭૪૩૬૦૩૨૯ ઉપર જાણ કરવા અનુરોધ કરાયો છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com