Geo Gujarat News

વાગરા: કેશવણ નજીક ટ્રેકટર રોડની સાઈડમાં ઉતરી વિજપોલમાં અથડાયું, ઘટનામાં કોઈ જાનહાની નહીં

વાગરા તાલુકાના કેશવણ ગામ નજીક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. વાગરા-મુલેર માર્ગ ઉપર કેશવણ ગામ નજીક એક ટ્રેકટર ચાલકને અકસ્માત નડ્યો હતો. કોઈક અગમ્ય કારણોસર ચાલકે કાબૂ ગુમાવતા ટ્રેકટર રોડની સાઈડમાં ઉતરી જઈ KP ના વિજપોલ સાથે ભટકાયું હતું. જોકે ઘટનામાં કોઈ જાનહાની તો નોંધાઇ ન હતી. પરંતુ ટ્રેકટરના આગળના ભાગે નુકશાન પહોંચવા પામ્યું હતું. સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *