અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચ જિલ્લાના ત્રણ લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ભરૂચ શહેરના અલમીના પાર્કના સાજેદાબેન સલીમભાઈ મિસ્ટર, મુમતાઝ પાર્કના અલ્તાફ હુસેન ઈસ્માઈલ પટેલ અને જંબુસરના સારોદ ગામના સાહિલ સલીમભાઈ પટેલનું મોત નિપજ્યું હતું. આમોદના કોલવણા ગામના અલતાફહુસૈનની દફનવિધિ તેમના માદરે વતન ના કબ્રસ્તાનમાં વહીવટી તંત્રની હાજરીમાં કરવામાં આવી હતી. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો દુઃખી હૃદયે જોડાયા હતા.

તેઓના સાસુ-સસરા મૂળ કરજણના સાંસરોદ ગામના વતની અને UK સ્થાયી થયેલા આદમભાઈ તાજુ અને તેમના પત્ની હસીનાબેન પણ ભોગ બન્યા:- ગત ૧૨ જૂન ના અમદાવાદ એરપોર્ટ ઉપરથી યુ.કે. જવા એર ઇન્ડિયાની ફલાઇટે ઉડાન ભરી હતી.ઉડાન ભર્યાની ગણતરીની મીનિટોમાં પ્લેન અમદાવાદ ની એક બિલ્ડીંગ ના ઉપર પડતા તેમાં સવાર એક મુસાફર ને બાદ કરતા તમામ મુસાફરોએ જીવ ગુમાવવાનો વાળો આવ્યો હતો.જેમાં ભરૂચ ના આમોદ તાલુકાના કોલવણા ગામના અને હાલ યુકે ખાતે સ્થાયી થયેલા અલતાફહુસૈન ઇસ્માઇલ પટેલ ઉર્ફ જીવામાસ્તરે પણ જીવ ગુમાવ્યો હતો.તેઓ એ કોલવણા ગામની હાઈસ્કૂલ માં એસ.એસ.સી સુધીનો અભ્યાસ કર્યો હતો.ફાર્માસિસ્ત ની ડિગ્રી મેળવી ભરૂચ માં દવાની દુકાન ચાલુ કરી તેઓના જીવન ની શરૂઆત કરી હતી.એ પછીના થોડા વર્ષોબાદ તેઓ યુ.કે ખાતે સ્થાયી થયા હતા.હાલ એક અઠવાડિયા માટેજ તેઓ ઇન્ડીયા આવ્યા હતા. અલતાફહુસૈન તેમના સાસુ – સસરા સાથે એર ઇન્ડિયા ના ફલાઈટમાં યુ.કે જવા રવાના થયા હતા.જો કે પ્લેન ક્રેસ ની ઘટના માં અલતાફહુસૈન સહિત મૂળ કરજણ તાલુકા ના સાંસરોદ ગામના વતની અને યુ.કે સ્થાયી થયેલા આદમભાઈ તાજુ અને તેમના પત્ની હસીનાબેન તાજુએ પણ જીવ ગુમાવવાનો વાળો આવ્યો હતો.આ કમનસીબ ઘટના ને પગલે કોલવણા અને સાંસરોદ ગામ સહિત તેમના પરિવાર પર આભ તૂટી પડ્યુ હતુ.

અલતાફહુસૈનના પાર્થિવ શરીર ને વહીવટી તંત્રની દેખરેખ હેઠળ તેમના માદરે વતન કોલવણા ખાતે લાવવામાં આવ્યો હતો.વતન ની માટીમાં તેમના મૃતદેહ ને દફન કરવામાં આવ્યો હતો.તેમની અંતિમ યાત્રામાં તેમના પરિવાજનો, સગા સંબંધીઓ અને ગ્રામજનો જોડાયા હતા.પ્લેન ક્રેસ માં ભોગ બનેલા લોકો માટે તેમના પરિવાર પર આવી પડેલ દુઃખ ને સહન કરવાની કુદરત શક્તિ આપે એ માટે ખાસ દુવા કરવામાં આવી હતી.આ દુઃખદ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી,ભરૂચ નગર પાલિકા વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ,સુલેમાન પટેલ,અબ્દુલ કામથી,ગામના અગ્રણીઓ,આમોદ પોલીસ મથકના પી.આઈ ,આમોદ ઇ.ચા. મામલતદાર,સર્કલ,તલાટી સહિતના વહીવટી તંત્રના કર્મીઓ અને સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરિવારજનોના DNA ટેસ્ટ બાદ 72 કલાકની પ્રક્રિયા પૂર્ણ થતાં રવિવારે મોડી રાત્રે મૃતદેહ ભરૂચ લાવવામાં આવ્યા હતા. સાહિલ પટેલના મૃતદેહને સારોદ ગામમાં લાવતાં તેમની માતા અને બહેનના રુદનથી ગ્રામજનો વ્યથિત થયા હતા. ત્યાર બાદ ગામના કબ્રસ્તાનમાં તેની દફન વિધિ કરવામાં આવી હતી. જ્યારે ભરૂચના અલમીના પાર્કમાં રહેતા સાજેદા સલીમભાઈ મિસ્ટરનો મૃતદેહ પણ મોડી રાત્રિના વહીવટી તંત્રની મદદથી તેમના નિવાસ સ્થાને લાવ્યા બાદ રાત્રિના જ તેમની દફન વિધિ કરવામાં આવી હતી. તે સમયે સોસાયટી અને વિસ્તારના જાગૃત નાગરિક અબ્દુલ કામથી,પાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો જોડાયા હતા.

યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com