Geo Gujarat News

વાલિયા: છેલ્લા પાંચ મહીનાથી નાસતા ફરતા સજા વોરંટના આરોપીને પકડી પાડતી વાલીયા પોલીસ

પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા ઝગડીયા વિભાગ, ઝગડીયાનાઓના માર્ગદર્શનના આધારે, પોલીસ ઈન્સ્પેકટર એમ.બી.તોમર વાલીયા પોલીસ ઈન્સ્પેક્ટરનાઓએ અલગ અલગ ટીમો બનાવી વાલીયા પો.સ્ટે વિસ્તારના અલગ અલગ ગુનાઓમાં વોન્ટેડ તથા સજા પામેલ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચનાના અનુસંધાને એ.એસ.આઇ વિનોદભાઇ જગદીશભાઇનાઓ તેમની ટીમ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમય દરમ્યાન અ.પો.કો સંજયભાઇ સુખદેવભાઇનાઓને તેમના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે, “નામદાર ફેમીલી કોર્ટ, ઝઘડીયાના ભરણ-પોષણના કેસમાં સજા પામેલ ફરાર આરોપી રવિન્દ્રભાઇ રવિલાલ વસાવા (મુળ રહે.વડફળીયા, તા.વાલીયા, જી.ભરૂચ. હાલ રહે.મીઠીબીલી ફળીયા, મોખડી, તા.વાલીયા, જી.ભરૂચ.) નાઓ વડફળીયા ખાતે પોતાના ઘરે હાજર છે.” તેવી ચોક્કસ અને આધારભુત બાતમી મળતા પોલીસ ટીમની સાથે વડફળીયા ખાતે જઇ આરોપીના ઘરને કોર્ડન કરીને આરોપીને ઝડપી પાડેલ અને તેનું નામઠામ પુછતા રવિન્દ્રભાઇ રવિલાલ વસાવા (મુળ રહે.વડફળીયા, તા.વાલીયા, જી.ભરૂચ.) નાઓ હોવાનું જણાવેલ હતું, જેથી તેને પકડી લઈ જીલ્લા જેલ ભરૂચ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *