Geo Gujarat News

નેત્રંગ: ૨.૬૦ લાખની કિંમતની ૮૬૪ વિદેશી દારૂની બોટલ જપ્ત, એક શખ્સ ઝડપાયો, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નેત્રંગ પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી માહિતી મુજબ ઝરણા ફોરેસ્ટ કંપની (કાંટીપાડા) ગામમાં રહેતા હરેશભાઇ વસાવાના ઘરમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. પોલીસે પંચોની હાજરીમાં રેઇડ કરી હતી. આ દરમિયાન ૪૨ વર્ષીય હરેશભાઇ મંગાભાઇ અભેસીંગભાઇ વસાવા હાજર મળી આવ્યા હતા. તેઓ ડ્રાઇવિંગ અને મજૂરીનું કામ કરે છે. તેમના ઘરની આગળની ખુલ્લી ઓરડીના માળીયા પરથી ઘાસચારાની આડમાં સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૮૬૪ નાની બોટલો મળી આવી હતી.

પોલીસે દારૂની બોટલો ઉપરાંત એક રિયલમી કંપનીનો મોબાઇલ પણ જપ્ત કર્યો છે. મોબાઇલની કિંમત ૧૦,૦૦૦ રૂપિયા છે. કુલ ૨,૭૦,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો વાલીયા તાલુકાના વાગલખોડ ગામના પ્રદિપભાઇ રતિલાલભાઇ વસાવા લાવ્યા હતા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *