Geo Gujarat News

વાગરા: સારણ-સાયખા માર્ગ પર મોટી દુર્ઘટના થતા અટકી, કાર રોડની સાઈડમાં વોલ કૂદી તળાવમાં ખાબકી!!

વાગરાથી સાયખાને જોડતા માર્ગ ઉપર સારણ-સાયખા વચ્ચે એક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં કારના ચાલકે કોઈ અગમ્ય કારણોસર સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર બેકાબૂ બની રોડની સાઈડમાં તળાવની પાર ઉપર બનાવેલ વોલ કૂદી તળાવમાં ખાબકી હતી. જોકે કાર પાણીમાં ન ખાબકી વોલની બિલકુલ નજીક પાર ઉપરજ અટકી જતા મોટી જાનહાની ટળી ગઈ હતી. જો કાર તળાવમાં ખાબકી હોત તો ઘટનામાં જાનહાની પણ થઈ શકતી હતી.

પરંતુ સદ્દનસીબે કાર તળાવમાં ન ખાબકી તળાવની પાર ઉપરજ અટકી જતા કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા એકત્ર થઈ ગયા હતા.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *