હાંસોટમાંથી એલસીબી એ રૂ.1.73 લાખના વિદેશીદારૂ ઝડપી પાડયો હતો આ મામલામાં અંકલેશ્વર એ.ડિવિઝન પોલીસે 2 ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.: ગત તારીખ-7મી મેના રોજ હાંસોટના અબ્દુલ રજ્જાક રફીક કાનુંગાએ વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે મોટા બજારમાં આવેલ હાફીઝ ઇલેક્ટ્રીકલ્સ નામની દુકાન સામે આવેલ દુકાનમા બીજા માળે સંતાડી રાખ્યો છે. જે માહિતી ના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 1.73 લાખનો વિદેશી દારૂ કબ્જે કરી અબ્દુલ રજ્જાક રફીક કાનુંગાને ઝડપી પાડ્યો હતો.આ પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ ઉટીયાદરા ગામની નવી નગરીમાં રહેતો અજય વસાવા અને અન્ય બુટલેગર દશરથ વસાવાની એ.ડિવિઝન પોલીસે અંકલેશ્વર સબજેલમાંથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com