Geo Gujarat News

ભરૂચ: અકસ્માતે પગમાં ફેક્ચર, ડોકટર દ્વારા આરામની સલાહ છતાં મતદાન કરી લોકશાહીના મહાપર્વને દીપાવ્યું

લોકશાહીને સશકત કરવામાં ચૂંટણી પ્રક્રિયા મહત્વનું યોગદાન આપે છે. ભરૂચ જિલ્લામાં આજે ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫ને લઈને ભરૂચ જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા છે.

મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે યુવાનો, વયોવૃદ્ધ, દિવ્યંગોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ગામના યુવકને અકસ્માત થતા પગમાં ફેક્ચર થયું હતું. ડોકટર દ્વારા આરામ કરવાની સલાહ છતાં લોકશાહીના અવસરમાં ભાગીદાર થવા મતદાન કર્યું હતું. અને અન્ય નાગરિકોને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *