વાગરા તાલુકાના ચાંચવેલ ગામ ખાતે ભરૂચ જિલ્લા રાઠોડ સમાજ વિકાસ મંડળ દ્વારા આદિવાસી બાળકોને નોટબુક તથા બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મેળવી એક સારો વ્યક્તિ બને તે હેતુથી ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ દ્વારા તેમને નોટબુક તથા બેગનું વિતરણ કર્યું હતું. જેથી બાળકો સમયસર સ્કૂલ જઈ શકે અને શિક્ષકો દ્વારા ભણાવવામાં આવતું હોય છે તે પુસ્તકમાં લેખન તથા વાંચન કરી શકે તે માટે સમસ્ત રાઠોડ સમાજ દ્વારા આજરોજ ચાંચવેલ મુકામે વિદ્યાર્થીઓને નોટબુક અને બેગનું વિતરણ કર્યું હતું.

વિદ્યાર્થીઓ ભણી ઘણી એક સારો વ્યક્તિ બને તેવી પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓ આપણા આવનાર ભવિષ્યમાં ભણી ગણી સારા વ્યક્તિ બને તે હેતુથી સમસ્ત રાઠોડ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તક અને બેગ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળ ટ્રસ્ટ ભરૂચ જિલ્લા રાઠોડ સમાજના પ્રમુખ મહેશભાઈ રાઠોડ વાગરા, ઉપપ્રમુખ મુકેશભાઈ વડદલા, ઉપપ્રમુખ દશરથભાઈ ગંધાર, વાગરા તાલુકા પ્રમુખ રાઠોડ સંજયભાઈ જોલવા, ભરૂચ તાલુકા પ્રમુખ રમેશભાઈ ભારગોટ, આમોદ તાલુકા પ્રમુખ નટવરભાઈ ભીમપુરાનાઓએ ઉપસ્થિત રહી બાળકોને ભેટ અર્પણ કર્યું હતું.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com