Geo Gujarat News

ભરૂચ: અંકલેશ્વરના સજોદ ખાતે તેમજ ઝઘડીયા તાલુકાના પીપલપાન ખાતે આચારસંહિતા ભંગ બદલ ફરિયાદ નોંધાઈ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાઈ હતી. જે પૈકી તારીખ ૨૨મી જૂને ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીનું મતદાન થયું હતું. મતદાન દરમ્યાન મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ આદર્શ આચારસંહિતા અમલી હોય છે. ગ્રામપંચાયત સામાન્ય/પેટા ચુટણી-૨૦૨૫ અન્વયે આચાર સંહિતા અમલીકરણ તરીકે રાજ્ય ચુંટણી આયોગના અધિકારી અને નાયબ કલેક્ટર અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ પોતાના વિસ્તારોમાં આચારસંહિતાભંગ માટે નોડલ અધિકારી આંચારસંહિતાની નિંમણુક કરી હોય છે. જે તે વિસ્તારમાં ચૂંટણી અધિકારીઓને આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદો મળતી હોય છે. તારીખ ૨૨ જૂન ૨૦૨૫ ના રોજ પંચાયતોની સામાન્ય ચૂંટણી ૨૦૨૫ અન્વયે સજોદ ગ્રામ પંચાયત ખાતે નનામી વ્યકિતએ વિડિઓ દ્વારા તેમજ મૌખિક રજુઆત સંદર્ભ આચારસંહિતાના ભંગ બદલ આચારસંહિતાના નોડલ તાલુકા વિકાસ અધિકારીશ્રી અંકલેશ્વરને ફરિયાદ કરી હતી. તેમજ અન્ય ઝઘડીયા તાલુકાના પીપલપાનના અરજદાર શર્મિલાબેન ભરતભાઈ વસાવા દ્નારા નોડલ અધિકારી આચારસંહિતા અને તાલુકા વિકાસ અધિકારી, ઝધડીયાને રાત્રે આચારસંહિતાના ભંગની ફરીયાદ કરી હતી. સજોદ ખાતે બનેલી ઘટનામાં મૌખિક રજુઆત સંદર્ભ વિડીયોની લીંકમાં વિડીયોમાં ઈન્ટરવ્યુ આપતા વ્યક્તિ દ્વારા ગામમાં ચૂંટણી દરમ્યાન પૈસા વેચતો વિડીયો હતો, જે વિડીયોને આધારે રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને નાયબ કલેક્ટર અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ અંક્લેશ્વર દ્નારા લેખીતમાં આચારસંહિતા ભંગ બદલ, વિડીયો બાબતે જરૂરી કાયદેસરની કાર્યવાહી તથા તપાસ કરવા નોડલ અધિકારીશ્રી આચારસંહિતા અને તાલુકા વિકાસ અધિકારીએ તા.૨૨ જૂન ૨૦૨૫ના રોજ ગુનો દાખલ કર્યો હતો. અન્ય ઝઘડીયા તાલુકાના પીપલપાનની બીજી ઘટનામાં નોડલ અધિકારીશ્રી દ્નાર રૂબરું સ્થળ પર જઈ એક મતના રૂા. ૫૦૦ લેખે વહેંચણી કરતા ઈસમને પકડી તેઓની પાસેથી ૫૦૦ના દરની ૭૧ જેટલી ચલણી નોટો રૂા.૩૫,૫૦૦ જેટલા કબ્જે કર્યા અંગેનો રીપોર્ટ કરી, રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે આચારસંહિતા ભંગની પોલીસ ફરિયાદ નોંઘાવેલ છે. વધુમાં, તેમ અધિક જિલ્લા સ્થા. સ્વ. સંસ્થાઓ અને નિવાસી અધિક કલેક્ટર ભરૂચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *