Geo Gujarat News

ભરૂચ: ભૃગુઋષિ નારાયણ કોમ્પલેક્ષ સામે આવેલ કટ સુધીના રોડ ઉપર તેમજ નારાયણ કોમ્પલેક્ષ પાસે આવેલ સર્વિસ રોડથી બૌડા સર્કલ-ભોલાવ સુધી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકાયો

ગુજરાત રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરના પરિપત્ર ક્રમાક:ઇએલસી-સી.ઓ.સી.-૩ (૮)-૦૫૨૦૨૫-ક, તા.૨૮/૦૫/૨૦૨૫ થી ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણીઓ માટે કાર્યક્રમ જાહેર કરેલ છે અને તે મુજબ ભરૂચ જિલ્લામાં કુલ-૨૧૫ ગ્રામ પંચાયતો માટે મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ પૂર્ણ થયેલ છે અને મતગણતરી ૨૫/૦૬/૨૦૨૫ નાં રોજ નકકી કરવામાં આવેલ છે. આમુખ-૧ થી મતગણતરીના દિવસે ભરૂચ તાલુકામાં સમાવિષ્ટ ગામોની મતગણતરી જુના નેશનલ હાઈવે નં.૦૮ ઉપર આવેલ કે.જે.પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાનાર હોય મતગણતરીના દિવસે નિયત કરેલ મતગણતરી સ્થળના બિલ્ડીંગનાં કમ્પાઉન્ડ ખાતે તમામ રાજકીય આગેવાનો, ઉમેદવારો, ઉમેદવારના કાઉન્ટીંગ એજન્ટો તથા ફરજ પરના કર્મચારીઓ /અધિકારીઓ તથા મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત થાય તેમ છે અને મોટી સંખ્યામાં વાહનો પણ ભેગા થવાની સંભાવના છે. જેને કારણે ટ્રાફીકની સમસ્યા ઉપસ્થિત થવાની સંભાવના રહેલ છે. કે.જે.પોલીટેકનિક કોલેજ પાસેથી ભરૂચ-અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રીજ આવેલ હોય તથા મતગણતરી ચાલુ દિવસે હોય જેથી રસ્તા ઉપર વાહનોની અવર-જવર વધુ રહેવાની સંભાવના છે. વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવે તો ટ્રાફિક જામની સમસ્યા પણ ઉદભવે તેમ છે. જેથી તા.૨૫/૦૬/૨૦૨૫ ના રોજ ૦૭:૦૦ કલાકથી ૨૦:૦૦ કલાક સુધી ભૃગુઋષિ નારાયણ કોમ્પલેક્ષ સામે આવેલ કટ સુધીના રોડ ઉપર તેમજ નારાયણ કોમ્પલેક્ષ પાસે આવેલ સર્વિસ રોડથી બૌડા સર્કલ-ભોલાવ સુધી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવા તથા નીચે જણાવ્યા પ્રમાણેના રૂટ પર જાહેરનામું પ્રસિધ્ધ કરવા બાબતે પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચે અત્રે રજૂઆત કરી હતી. રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નીચે જણાવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

(૧) એ.બી.સી. સર્કલથી નર્મદા મૈયા બ્રીજ ઉપર જતા મોટા વાહનો ઉપર પ્રતિબંધ મુકતા મોટા વાહનો એ.બી.સી. સર્કલથી નર્મદા ચોકડીથી ને.હા.ન.૦૮ થી અંક્લેશ્વર તરફ જઇ શકશે તેમજ ટુ વ્હીલર, થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર જેવા ફક્ત નાના વાહનો એ.બી.સી. સર્કલથી નર્મદા મૈયા બ્રીજ ઉપરથી અંક્લેશ્વર તરફ જઇ શકશે પરંતુ વાહનો નારાયણ કોમ્પલેક્ષ પાસે આવેલ સર્વિસ રોડથી બૌડા સર્કલ તરફ અવર-જવર કરતા તમામ વાહનો ઉપર પ્રતિબંધ રહેતા નારાયણ કોમ્પલેક્ષ સામે આવેલ કટથી ધર્મનગર ટાઉનશીપ થઈ જ્યોતિનગર ટર્નિંગથી બોડા સર્કલ તરફ થા અંક્લેશ્વર જઇ શકશે

(૨) ભૃગુઋષિ બ્રીજથી એ.બી.સી. સર્કલ તરફ જતા વાહનોની અવર-જવર ઉપર ભૃગુઋષિ બ્રીજ એ.બી.સી. ચોકડી તરફ નારાયણ કોમ્પલેક્ષ સામે કટ સુધી વાહનો ઉપર પ્રતિબંધ રહેતા વાહનો ભૃગુઋષિ બ્રીજથી બૌડા સર્કલથી એ.બી.સી. સર્કલ તરફ અવર-જવર કરી શકશે. એન.આર.ધાધલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ મુંબઇ પોલીસ અધિનિયમ,૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (બી) અન્વયે મળેલ સત્તાની રૂ એ તા.૨૫/૦૬/૨૦૨૫ નો રોજ ૦૭:૦૦ કલાકથી ૨૦:૦૦ કલાક સુધી ભૃગુઋષિ બ્રીજથી નારાયણ કોમ્પલેક્ષ સામે આવેલ કટ સુધીના રોડ ઉપર તેમજ નારાયણ કોમ્પલેક્ષ પાસે આવેલ સર્વિસ રોડથી બૌડા સર્કલ-ભોલાવ સુધી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવા તથા ઉપરોક્ત જણાવ્યા મુજબનો રૂટ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા આથી હુકમ કરમાવું છું.

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ -૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા પોલીસ હેડ કોન્ટેબલથી ઉતરતી કક્ષાના ન હોય તેવા પોલીસ ખાતાના કર્મચારીશ્રી/ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *