રાજ્યમાં વસતા અનુસૂચિત જન જાતિ(ST)ના યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકાકક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન વધુ પ્રમાણમાં અનુસુચિત જન જાતિની વસ્તી ધરાવતા જિલ્લામાં કરવાનું નક્કી કરેલ છે. તદઅનુસાર રાજ્યમાં વસતાં અનુસૂચિત જન જાતિ(ST)નાં ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં પ્રત્યેક જિલ્લાના તાલુકા અને ઝોન કક્ષાએ યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષયો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજનો દ્વારા વિવિધ સમજ તેજન માર્ગદર્શન આપવામાં આવશે.

રાજ્ય સરકારના રમતગમત, અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત:- જ્યારે શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યકા જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છિત માત્ર અનુસૂચિત જન જાતિના યુવક યુવતીઓએ જિલ્લા યુવા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,હોસ્ટેલ ગ્રાઉન્ડ,સેવાશ્રમ રોડ, ભરૂચ નો સંપર્ક સાધવાનો રહેશે. અને તા.૩૦-૦૬-૨૦૨૫ સુધીમાં નામ નોંધણી કરાવવાની રહેશે. તેમ યુવા વિકાસ અધિકારી ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com