Geo Gujarat News

ભરૂચ: કલા મહાકુંભ ૨૦૨૫-૨૬માં ૨૦ જુલાઈ ૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભરૂચ દ્વારા સંચાલીત કલામહાકુંભ ૨૦૨૫-૨૬ નું રજીસ્ટ્રેશન તા.૨૦/૦૬/૨૦૨૫ થી ૨૦/૦૭/૨૦૨૫ દરમ્યાન કરવામાં આવનાર છે. સ્પર્ધામાં ભાગ લેવા માટેનું ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,હોસ્ટેલ ગ્રાઉન્ડ,સેવાશ્રમ રોડ,ભરૂચ પરથી મળી રહેશે તેમજ ફોર્મની સંપૂર્ણ વિગત ભરી ઉક્ત કચેરી ખાતે નિયત સમય મર્યાદામાં કચેરી સમય દરમ્યાન ફોર્મ જમા કરાવવાનું રહેશે અને ફોર્મની સાથે બેંક પાસબૂકની નકલ તથા આધારકાર્ડની નકલ ફરજીયાત જોડવાની રહેશે. અધુરી માહિતી વાળા ફોર્મ તથા નિયત સમય મર્યાદા બાદ આવેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેવી. વધુ માહિતી કચેરી ખાતેથી મેળવી શકાશે. તેમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડ,સેવાશ્રમ રોડ તરફથી મળેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *