ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા ગત સપ્તાહમાં ભરૂચ જીલ્લાના અલગ અલગ સ્થળોએ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક તપાસ કરતા ABC ચોકડી ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનો ટ્રક ને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન, રાજપારડી પોલીસ સ્ટેશન તથા ઝગડિયા પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે.

વધુમાં, તારીખ ૨૦ જૂન ૨૦૨૫ના રોજ ભરૂચ તાલુકાના મંગલેશ્વર ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતી ખનીજના બીનઅધિકૃત ખનન અને વહનની તપાસ હાથ ધરતા ૨ એક્ષેવેટર મશીન અને 3 વાહનો ડમ્પર વાહનો વાહન એમ મળી કુલ ૯૦ લાખનો મુદામાલ સીઝ કર્યો અને સ્થળે મળી આવેલી સાદી રેતી ખનીજના ઢગલાની માપણી કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી. તેમ ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

Author: Kadar Khatri
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241