વાગરા તાલુકાના બે ગામોની યોજાયેલ ચૂંટણીની મતગણતરી વાગરાની કુમાર શાળામાં હાથ ધરાઈ હતી. ચૂંટણી પંચે કાયદો અને વ્યવસ્થાના ભાગ હેઠળ મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.

વાગરા તાલુકાના બે ગામ સાયખા અને વડદલાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. ઉધોગ નગરીથી ઘેરાયેલી બંન્નેવ ગ્રામ પંચાયતની ચૂંટણી જીતવા ઉભેલા મુરાતીયાઓએ ગ્રામપંચાયત પર જીત હાંસલ કરવા ભારે દોડધામ કરી મૂકી હતી. જો અને તો ની સંભાવનાઓ વચ્ચે ઉમેદવારોની હાજરીમાં કુમાર શાળાના સ્ટ્રોંગ રૂમ ખોલી મતપેટીઓ ગણતરી રૂમમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ઉમેદવારો અને ચૂંટણી એજન્ટની ઉપસ્થિતમાં મતપેટીઓનું શીલ તોડી મતપત્રોને બહાર કાઢી વોર્ડ પ્રમાણે અલગ કરવામાં આવ્યા હતા.

સાયખાની વિકાસ પેનલના આઠ પૈકી સાત સભ્યોની જીત થવા પામી હતી. જ્યારે વોર્ડ નંબર બે ના ઉમેદવાર બે મતથી અને વોર્ડ નંબર આઠનો ઉમેદવાર માત્ર એક મતથી જીત થઈ હતી. સરપંચ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. જેમા જયવીરસિંહ રાજ વિજેતા થયા હતા. તેમના સમર્થકોએ ફટાકડા ફોડી અને હારતોરા કરી જીતની ઉજવણી સાથે જયવીર સિંહને વધાવી લીધા હતા.

બીજી તરફ વડદલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો. બેવ પેનલના ચાર ચાર સભ્યો ચૂંટાયા હતા. સરપંચ પદ રંજનબેન પરમાર તેમના હરીફ ઉમેદવાર ઊર્મિલાબેન પરમારને હરાવી જવલંત વિજય મેળવ્યો હતો.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com