Geo Gujarat News

વાગરા: CISF કોલોની નજીક રોડની વચ્ચેજ ટ્રક ખોટકાઈ જતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો, ક્રેનની મદદથી ટ્રક બહાર કાઠવામાં આવી

વાગરા-ભરૂચ માર્ગ ઉપર આવેલ CISF કોલોની નજીક રોડની વચ્ચોવચ એક ટ્રક ખોટકાઈ જતા ભારે ટ્રાફીકજામનું નિર્માણ થવા પામ્યું હતું.

હેઝાર્ડસ વેસ્ટની એક ટ્રક નંબર GJ-12-AU-9419 જે વાગરાથી ભરૂચ તરફ જઈ રહી હતી. તે દરમિયાન CISF કોલોની નજીક કોઈક કારણોસર ચાલક ટ્રક પરત વાગરા તરફ લઇ જવા માટે યુ-ટર્ન કરી રહ્યો હતો. તે વેળાએ ટ્રકના આગળના ટાયર રોડની નીચે ઉતરી જતા કિચડને કારણે ટાયર જામ થઈ જતા ટ્રક રોડ વચ્ચેજ આડી થઈ ગઈ હતી.

ટ્રકની રોડની વચ્ચેજ અટકી જતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ટ્રાફિક હળવો કરવાની કામગીરીમાં જોતરાઈ હતી. સતત એક કલાક સુધી માર્ગ વન-વે રહેતા વાહન ચાલકોને પણ અગવડતા પડી હતી. ક્રેનની મદદથી ફસાયેલ ટ્રકને બહાર કાઢવામાં આવતા માર્ગ રાબેતા મુજબ થયો હતો.

ઉલ્લેખનીય છે, કે આ માર્ગનું તાજેતરમાંજ નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જ્યાં ક્યાંકને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા ગોબાચારી આચરવામાં આવી હોવાની પણ બૂમો ઉઠી રહી છે. રોડ બનાવ્યા બાદ કેટલીક જગ્યાએ રોડની સાઈડમાં પુરાણ કરવામાં આવ્યું નથી. અકસ્માત વાળી જગ્યાએ પણ રોડની સાઈડમાં પુરાણ ન કરવાને કારણે ટ્રક ફસાય જવા પામી હતી. ત્યારે આ માર્ગની સંપૂર્ણ ચકાસણી બાદજ બિલ પાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *