હાલ સમગ્ર રાજય મા શિક્ષણના મહાયજ્ઞ એવા ત્રિ – દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫ નો ભરૂચ જિલ્લામાં પ્રારંભ થઇ ચુક્યો છે.એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે શાળાપ્રવેશને ઉત્સવ રૂપે ઊજવવાની પહેલ કરી છે.ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલાવણા ગામની આદર્શ પ્રાથમિક મિશ્ર શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી એ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ટાણે ભૂલકાઓને શાળા પ્રવેશની વિધિ સંપન્ન કરવા સાથે બાળકોને શાળામાં ઉષ્માભેર આવકાર આપ્યો હતો.

નિયમોના પાલન બાબતે શપથ લેવડાવવામાં આવ્યા:- કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત અધિકારીઓ એ દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુક્યા બાદ શાળાની છાત્રાઓએ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતુ. મહેમાનોને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરાયુ હતુ. શાળામાં પ્રવેશ મેળવનાર ભૂલકાઓને સ્કૂલ બેગ પ્રદાન કરી વિધિવત શાળામાં આવકાર આપવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીએ વ્યસન મુક્તિ પર વક્તવ્ય આપ્યુ હતુ. શાળાના તેજસ્વી તારલાઓ નું સન્માન કરવામાં આવ્યુ હતુ. શાળાની બે છાત્રાઓએ જીવનમાં સલામતી અને સાવચેતી પર અગત્યની માહિતી પીરસી હતી. સાથે જ ટ્રાફિકના નિયમોના પાલન બાબતે આહવાન સાથે શપથ લેવડાવવામાં આવ્યા હતા.આભાર વિધિ શાળાના શિક્ષકે કરી હતી.

ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ શાળામાં પડતી અગવડ વિશે જાણવા પ્રયાસ કર્યો :- જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ શાળા સંકુલનું નિરીક્ષણ કર્યું હતુ. સાથેજ ડીડીઓ એ વૃક્ષારોપણ કર્યું હતુ. આ સાથે તેમણે શાળા અને ગામની સમસ્યાઓ જાણવા પ્રયાસ કર્યો હતો.કોલવણા હાઈસ્કૂલમાં પણ પ્રવેશ ઉત્સવ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ પ્રસંગે ગામના સરપંચ ઝફર ગડીમલ, આમોદ એ.ટી.ડી.ઓ નિરંજન પ્રજાપતિ,ગૌરાંગભાઈ,ગામના અગ્રણીઓ,ડે. સરપંચ,દાતાઓ અને એસ.એમ.સીના સભ્યો સહિત શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com