સમગ્ર રાજ્યમાં આજથી શિક્ષણના મહાયજ્ઞ એવા ત્રિ – દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫નો ભરૂચ જિલ્લામાં પણ પ્રારંભ થયો છે. વાગરા તાલુકાના કડોદરા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ ના ભૂલકાઓને નાંમાકન કરાવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. શિક્ષણના મહાયજ્ઞ સમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત ગૌરાંગ મકવાણાએ કહ્યું કે, એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે શાળાપ્રવેશને ઉત્સવ રૂપે ઊજવવાની પહેલ કરી છે. બાળકના જીવનમાં શાળાનો પ્રથમ દીવસ મહત્વની ઘટના બની રહે છે.

પોતાના શૈક્ષણિક સમયને વાગોળીને પોતાના સમયની વ્યવસ્થાઓ સાથે આજની સુવિધાઓની સરખાણી કરી સરકારની સિધ્ધીઓથી સૌને અવગત કરાવ્યા હતા.બાળકોને નાનપણથી જ શિક્ષણની સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેવા પ્રયાસો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો. બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ પ્રાપ્ત થાય તે અગત્યનું છે અને આ ગુણવત્તાસભર શિક્ષણ આપવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે.

આ તકે, આજે શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓએ મહિલા સશક્તિકરણ સહિતના વિષયો પર પોતાના આત્મવિશ્વાસ સાથે જે રીતે રજૂઆત કરી છે, તે કન્યા કેળવણી ક્ષેત્રે કેવું પરિવર્તન આવ્યું છે તેનું દ્યોતક છે.આ અવસરે મહાનુભાવોના હસ્તે CET તથા NMMS જેવી વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર અને ખેલમહાકુંભ સહિત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત પ્રા.શા. કડોદરા માં જિલ્લા વિકાસ અધિકારી શ્રી.યોગેશ કાપસે ભરૂચ., નાયબ ટી. ડી. ઓ વાગરા., કડોદરા ગામ પંચાયત તલાટી પાયલબેન ચૌધરી અને સરપંચ યોગેશભાઈ ગોહિલ કડોદરા., જિલ્લા ભા. જા. પા મહામન્ત્રી ફતેસંગ ગોહિલ . સુરેશભાઈ પરમાર ચેરમેન હાઈસ્કુલ કડોદરા અને કડોદરા શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ ગોહિલ અને એસએમસી સભ્યો અને ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096