Geo Gujarat News

દાહોદ: જિલ્લાના તમામ તાલુકાઓમાં ધરતી આબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, જન ધન બેંક ખાતા અને પીએમ કિસાન જેવી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને લોકોની પરિસ્થિતિ સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે પશુ આરોગ્ય, ખેડૂત નોંધણી, આરોગ્ય તપાસ વગેરે માટે શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ, તમામ આદિવાસી બહુલ વિસ્તારોમાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને આદિવાસી લોકોના વિકાસ માટે ચાલી રહેલી યોજનાઓનો લાભ વધુ લોકો સુધી પહોંચે અને તેનો લાભ યોગ્ય લાભાર્થી સુધી પહોંચે

દાહોદ જિલ્લાના 512 ગામડાઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત દરેક તાલુકામાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તાલુકા સ્તરે તાલુકા વિકાસ અધિકારીને નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે. જેથી કરીને તાલુકા લેવલે કામગીરી કરવામાં સરળતા રહે અને વધુમાં વધુ લોકોને એનો લાભ મળી રહે.

મહેશભાઈ બરંડા
Author: મહેશભાઈ બરંડા

તમારા વિસ્તારના સમાચાર, સમસ્યાઓ અને પ્રેસનોટ અમને મોકલો અમે તેને પ્રસિદ્ધ કરીશું: 9428831095

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *