પ્રાપ્ત માહિતી મુજબ તા .30/06/2025 ને સોમવાર ના રોજ સંતરામપુર તાલુકાના લીમડી (ડોળી) ગામના વતની એવા સ્વ. મણીલાલ લાલજીભાઈ બામણીયા ગં.સ્વ.કમળાબેન મણીલાલ બામણીયા ના પુત્ર શ્રી ડૉ. લક્ષ્મીકાંત એમ .બામણીયા (એમ. ડી રેડિયો ડાયગ્નોસીસ) નાં”રૂદ્ર ઇમેજીંગ સેન્ટર” બાયપાસ રોડ સંતરામપુર ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ મહેમાન શ્રીમતિ.નિમિષાબેન સુથાર ધારાસભ્ય મોરવા હડફ,સંતરામપુર તાલુકાના તમામ ડૉ.સ્ટાફ સહિત સરપંચો, અગ્રણીઓ, સગા-સબંધીઓ ગામના આગેવાનો,વડીલો .યુવાનો ભાઈઓ બહેનો તમામ હાજર રહ્યા હતા.રૂદ્ર ઈમેજીંગ સેન્ટરનું લોકાર્પણ નિમિષા બેનના સુથારના હસ્તે કરવામાં આવ્યું..પંચમહાલ જિલ્લાના ગાયત્રી શક્તિપીઠના ઉપઝોનલ એવા ગુરુજી રામજીભાઈ ગરાસીયા દ્વારા પૂજા અર્ચના કરી આશીર્વાદ મય શુભેચ્છાઓ પાઠવી હતી..સાથે સાથે ચા નાસ્તોની વ્યવસ્થા કરવામાં આવી હતી સૌ ચા નાસ્તો કરી કાર્યકમ નું સમાપન કરવામાં આવ્યું.
Author: મહેશભાઈ બરંડા
તમારા વિસ્તારના સમાચાર, સમસ્યાઓ અને પ્રેસનોટ અમને મોકલો અમે તેને પ્રસિદ્ધ કરીશું: 9428831095