Geo Gujarat News

વાગરા: સારણ ગામે તસ્કરો ત્રાટકયા, પરિવાર ઘરમાં હતું છતાંય તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો!, ૪૫ લાખની મત્તા ચોરો ઉઠાવી ગયા

વાગરા તાલુકાના સારણ ગામે ગતરાત્રીના સમયે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં સારણ ગામના દરગાહવાળા રોડ ઉપર આવેલ એક મકાનમાં પરિવાર હોવા છતાં ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડ મળી અંદાજીત ૪૫ લાખની મત્તાની ચોરી થઈ હોવાની ઘટનાએ પંથકમાં ભારે હાહાકાર મચાવ્યો છે. વધુમાં આજ ગામના અન્ય બે સ્થળોએ પણ ચોરી થઈ હોવાની વાતો વહેતી થઈ છે. જોકે વાગરા પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જરૂરી કાર્યવાહી આરંભી હતી.

વાગરા તાલુકાના સારણ ગામે દરગાહ વાળા રોડ ઉપર આવેલ મકાનના માલિક ઝુલ્ફીકાર કાસમ રાજના જણાવ્યા અનુસાર તેઓ ગત રાત્રીના ૧૧.૩૦ વાગ્યે બહાર જમવા ગયા હતા. ત્યાંથી પરત આવી ૧૨:૩૦ થી ૧ વાગ્યા સુધી મોબાઈલ યુસ કર્યા બાદ રાબેતા મુજબ પરિવાર સાથે સુઈ ગયા હતા. ત્યાર બાદ ૪:૩૦ વાગ્યે તેઓની નાની છોકરીને દૂધ આપવા માટે ઉઠ્યા હતા. ત્યારે ઘરમાં રહેલો તિજોરીનો સામાન વેર વિખેર પડેલો જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. ત્યાર બાદ તેઓએ ઉપરના માળે જોઈ તપાસ કરતા ઘરનો સામાન જ્યાં ત્યાં પડેલો નજરે પડ્યો હતો.તિજોરીમાં રહેલ બેગમાં તપાસ કરતા બેગમાં રહેલા અંદાજિત ૩૦-૩૫ તોલા સોનાના દાગીના તેમજ ૧૦ લાખ રોકડ રકમ ગાયબ જણાતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમે ઘટના સ્થળની સ્થિતિનો અભ્યાસ કર્યો છે. તેમજ આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસની દિશામાં આગળ વધવા પ્રયાસ હાથ ધર્યા છે. આ સહિત સારણ ગામમાં અન્ય બે સ્થળોએ પણ ચોરી થઈ હોવાની માહિતી આધારભૂત સૂત્રો થકી પ્રાપ્ત થઈ રહી છે. વાગરા પોલીસે ચોરી અંગે ગુનો નોંધી ચોરોનું પગેરું શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *