Geo Gujarat News

પાદરા: શુ GRD જવાન હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેશે?, વડુ પોલીસના નામે રોફ જમાવતા GRD જવાનનો કથિત ઓડિયો વાયરલ થયો


એક GRD જવાને પોતે પોલીસ હોવાનો દમ મારી પૈસા કઢાવાનો પ્રયાસ કર્યો હતો. જે વાતચીતનો કથિત ઓડિયો એચએએલ શોસિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક વ્યક્તિ બોલી રહ્યો છે, કે હું વડુ પોલીસ સ્ટેશનમાંથી કલ્પેશ પઢીયાર બોલું છું. તમારી એક ફરિયાદ આવી છે. તમાંરી લોન બાકી છે. તમારે પૈસા આપવાના બાકી છે. એ પૈસા લેવાના છે. શુ કરવાનું છે.? ફરિયાદ લઈ લઉંને? તેમ કહી પોતે પોલીસ હોવાનો રોફ ઝાડતો ઓડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે સવાલ અહીં એ ઉદ્દભવે છે, કે આ કલ્પેશ પઢીયાર છે કોણ? વડુ પોલીસ સ્ટેશનમાં કોઈ અધિકારી છે, કે જમાદાર? આ કલ્પેશ પઢીયારના ડેસિગ્નેશનની પુષ્ટિ તો અમે નથી કરી રહ્યા પરંતુ પંથકના આધારભૂત સૂત્રો થકી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે આ કલ્પેશ પઢીયાર એક GRD ( ગ્રામ રક્ષક દળ) નો જવાન છે. જે પોતે પોલીસ હોવાનો દમ મારી રહ્યો છે.


અને જો હકીકતમાં એ માત્ર GRD જવાન જ હોઈ તો પછી તેણે પોલીસ બનીને વાત કેમ કરી? એટલુંજ નહીં ફોન ઉપર આ વ્યક્તિ એમ પણ બોલી રહ્યો છે, કે તમારી એક ફરિયાદ આવી છે. પૈસા બાકી છે. ફરિયાદ લઇ લઉંને? તો શું GRD જવાન હવે ફરિયાદ લેશે? GRD જવાનને ફરિયાદ લેવાનો અધિકાર કોણે આપ્યો? કોના આશીર્વાદથી આ વ્યક્તિ પોલીસનો રોફ જમાવી રહ્યો છે? ખરેખર વડુ પોલીસ સ્ટેશનના અધિકારીએ આ મુદ્દે તપાસ કરવી જોઈએ અને જો ખરેખર એક GRD જવાને પોલીસ બનીને આ રીતે વાત કરી હોય તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. નોંધનીય છે, કે અત્યાર સુધી આ કલ્પેશે પોલીસ બનીને કેટલા લોકો પાસેથી કેટલા રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી છે? તે તપાસ પણ જરૂરી બની છે. સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તપાસ હાથ ધરશે કે સમગ્ર પ્રકરણને દબાવી દેશે એ તો આવનાર સમય જ બતાવશે. પરંતુ હાલ તો આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *