Geo Gujarat News

મહેસાણા: ONGC કોલોની પરિસરમાં ટીમ સેવા અને ટીમ HSEના સંયુક્ત પ્રયાસોથી એક ભવ્ય વૃક્ષારોપણ અભિયાન સફળતાપૂર્વક યોજાયું

આ અભિયાનનું નેતૃત્વ એસેટ મેનેજર અને ED શ્રી સુનીલકુમાર તથા હેડ HR-ER શ્રી એ. એસ. રાવ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હેડ HSE શ્રી વિનોદ મોદવાણી, CWC અધ્યક્ષ શ્રી વિપિનકુમાર ભારતીય, સચિવ શ્રી સુનીલકુમાર મીના, તમામ પદાધિકારીઓ, કલેક્ટિવ ટીમના સભ્યો તથા ONGC મહેસાણાના વરિષ્ઠ મેનેજમેન્ટ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ ONGC મહેસાણાની ડિસ્પેન્સરી સામે તથા ગરબા ગ્રાઉન્ડ વિસ્તારમાં યોજાયો હતો, જેમાં વિવિધ પ્રકારના છાયાવૃક્ષો અને ઔષધીય છોડ વાવવામાં આવ્યા હતા. આશરે 100થી વધુ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને વાવવામાં આવેલા છોડની દેખભાળ કરવાનો સંકલ્પ લીધો.આ વૃક્ષારોપણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવી અને સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો રહ્યો. આ પહેલ ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ, સુરક્ષિત અને હરિયાળું વાતાવરણ સુનિશ્ચિત કરવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ED અને એસેટ મેનેજર શ્રી સુનીલકુમારના નેતૃત્વમાં આ સંકલ્પ લેવામાં આવ્યો છે કે સ્વચ્છતા પખવાડિયા દરમિયાન કુલ 8000 છોડ રોપવામાં આવશે, જેથી એક હરિત અને ટકાઉ ભવિષ્યની પાયાં નાખી   શકાય.

મહેશભાઈ બરંડા
Author: મહેશભાઈ બરંડા

તમારા વિસ્તારના સમાચાર, સમસ્યાઓ અને પ્રેસનોટ અમને મોકલો અમે તેને પ્રસિદ્ધ કરીશું: 9428831095

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *