ભરૂચ શહેરના કોલેજ રોડ પર આવેલા વૈકુંઠ મેઘા ટાઉનશીપ પાસેના રાધે ટાવર ખાતે રહેતા 68 વર્ષીય દેવાંશીબેન શાહ નિત્યક્રમ મુજબ સવારે દશેક વાગ્યે તેઓ તેમના ઘરેથી શક્તિનાથ જૈન મંદિરે દર્શન કરવા માટે જવા નીકળ્યા હતાં. તેઓ એક રીક્ષા આવતાં તેઓ તેમાં પાછળની સીટ પર બેઠાં હતાં. તેમની બાજુમાં એક પુરુષ અને એક મહિલા બેઠી હતી. જયારે એક આગળ બેઠો હતો. આ સમય દરમિયાન રીક્ષા ભોલાવ બ્રિજ પર ચઢતાં રીક્ષા ચાલકે આગળ આર.ટી.ઓ વાળા ઊભા છે. તેઓ મને દંડ કરશે તેમ જણાવી આગળ વાળા યુવાનને પાછળ મોકલ્યો હતો. તેણે તેની સ્કૂલ બેગ તેમના હાથ પર મુકી હતી. જોકે, ભીડ વધુ હોઈ તેઓ પણ કાંઈ બોલ્યાં ન હતા. પુજા-અર્ચના કરી તેઓ પરત શક્તિનાથ આવતાં તેમને ધ્યાનમાં આવ્યું હતું કે તેમના જમણા હાથમાં સોનાની બંગડીઓ નથી. 2 લાખથી વધુની કિંમતની બંગડીઓની ચોરી અંગે તેમણે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે.