Geo Gujarat News

વાગરા: સલાદરા નજીક રેતી ભરેલ હાઈવા ડમ્પરે પલ્ટી મારી, ઘટના સ્થળે લોકટોળા એકત્ર થયા, સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ

વાગરા તાલુકાના સલાદરા નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે હાઈવા ડમ્પરને અકસ્માત નડ્યો હતો. બનાવ અંગે મળતી માહિતી મુજબ આજે સાંજના સમયે ભરૂચ તરફથી રેતી ભરેલ એક હાઈવા ડમ્પર જેનો રજિસ્ટ્રેશન નંબર GJ-16-AW-4361 જે વાગરા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન ચાલકે કોઈ અગમ્ય કારણોસર સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ડમ્પર રોડની સાઈડમાં પલ્ટી મારી ગયો હતો. જોકે સદ્દનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો. વધુમાં ઘટના વેળાએ સામેથી કોઈ વાહન આવતું ન હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી હતી. પરંતુ અકસ્માતમાં ડમ્પરને ભારે નુકશાન થવા પામ્યું હતું. ઘટનાને પગલે લોકટોળા ભેગા થઈ જતા માર્ગ ઉપર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. ઘટનામાં કોઈ જાનહાની નહીં નોંધાતા ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી હતી.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *