Geo Gujarat News

આમોદ: નગરમાં મોહરમના પર્વ નિર્મિતે કલાત્મક તાજીયા જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સપન્ન કરાયું, વરસતા વરસાદમાં પણ જનમેદની ઉમટી હતી

ઇસ્લામ ધર્મના ઈસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે કે મોહરમ અને ૦૧ થી લઈને ૧૦ માં ચાંદ સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા કરબલાના મેદાનમાં સત્ય ખાતર પોતાના પ્રાણનું બલિદાન આપી ધર્મ માટે શહીદ થનાર હજરત ઈમામ હુસૈન અને એમના 72 સાથીઓની યાદમાં દસ દિવસ સુધી આમોદ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઇસ્લામ ધર્મના પવિત્ર કુરાન શરીફનું પઠન તેમજ નમાઝ સહિત અનેક પ્રસાદીનું વિતરણ સહિત વિવિધ ધાર્મિક પ્રોગ્રામો કરવામાં આવે છે.

તેઓની યાદગીરી સ્વરૂપે નગરના વિવિધ વિસ્તારોમાં તાજીયાઓનું કલાત્મક કારીગરીથી નિર્માણ કરી યાદોની ઝાંખી કરાવતા કલાત્મક તાજીયાઓ ૦૯અને૧૦ માં દિવસે હઝરત ઈમામ હુસૈનની યાદમાં આ તાજીયાનું ભવ્ય જુલુસ પરંપરાગત રીતે નગરમાં કાઢવામાં આવે છે. જે અંતર્ગત આમોદ નગરના વાવડી ફળિયા ખાતે મોહરમના નવમા ચાંદે રાત્રિ દરમિયાન હુસેની કમિટી યંગ સર્કલ દ્વારા યા હુસેન મૌલા હુસેનના ગગન ચુંબી નારાઓ તેમજ સલાતો સલામના પઠન સાથે વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ વર્ગના ભાઈઓ રસ્તા પર ઉતરીને મોહરમ તહેવારમાં માતમ મનાવતા જોવા મળ્યા હતા.

વાવડી ફળિયા અખાડા ખાતે આમોદ નગરના અન્ય વિસ્તારમાં દર વર્ષની પરંપરાગત રીતે તમામ તાજીયા આવી પહોંચતા અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ બીજે દિવસે એટલે કે ૧૦માં ચાંદે તાજીયા જુલુસ કાઢવામાં આવ્યા હતાં. જેમા નાના મોટા અનેક તાજીયા જોવા મળ્યા હતાં. સાથેજ અખાડામાં હજરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓની યાદમાં માતમ સાથે વિવિધ કરતબ કરતાં પણ નાના બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમા નાના બાળકોથી લઈને વયો વૃદ્ધ સુધી લાઠીદાવ, તલવાર બાજી કરતાં જોવા મળ્યા હતાં.

આમોદ નગરના તાજીયાની સાથે અહીંયા જે અલગ-અલગ હથિયારોથી રફાઈ કરતબ કરતા લોકોને જોવા માટે આમોદ નગર સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. આમોદ નગરમાં તાજીયા જુલુસના રૂટ મેઈન બજારથી તિલક મેદાન પર આઇસ્ક્રીમ તેમજ ઠંડા પીણા શરબત સહિત વિવિધ પ્રસાદીનું વિતરણ દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું. યા હુસૈન યા હુસૈનના ગગન ચુંબી નારાઓ સાથે યુવાનો તિરંગાને હાથમાં રાખી દેશ પ્રેમની પણ ઝાંખી કરાવી હતી. અને તાજીયાને પરંપરાગત રીતે શાંતિપૂર્ણ માહોલમાં ઠંડા કરવામાં આવ્યા હતા.

અને તાજીયા જુલુસ સંપન્ન કરવામાં આવ્યું હતું. આમોદ નગર પાલિકા દ્વારા તાજીયા જુલુસ રૂટ પર લાઇટિંગની વ્યવસ્થા સાથે નાના મોટા ખાડાઓમાં ગ્રીટ નાખી રૂટ ચોખ્ખો કરવામાં આવેલ હતો. તાજીયા જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાલુ વરસાદે પણ ખડે પગે રહી આમોદ પોલીસે સમગ્ર નગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી હતી. જોકે શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *