Geo Gujarat News

ભરૂચ: કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

આજરોજ કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા સ્ટેચ્યુ પાર્ક, ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા, ભરૂચ શહેર દ્વારા કારગીલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ હોદ્દેદારો, યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ ભરૂચ શહેરના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શહીદ જવાનોના બલિદાનને યાદ કરીને તમામે રાષ્ટ્રભક્તિ ભાવના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,યુવા જિલ્લા પ્રમુક ઋષભ પટેલ,સહિત શહેરના આગેવાનો દ્વારા દેશના સુરક્ષામાં પોતાના પ્રાણોનુ ત્યાગ કરનાર વીરપુત્રોને શત શત નમન કરાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને ઉદ્દઘોષવાક્યોથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *