Geo Gujarat News

હાંસોટ: કતપોર નજીક દરિયાકાંઠે તણાઈ આવેલું રહસ્યમય કન્ટેનર, બાળકોના જૂતાનો જથ્થો મળ્યો

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કતપોર ગામ નજીક દરિયા અને વન ખાડીના સંગમ સ્થાને એક અનોખી ઘટના બની છે, જ્યાં દરિયામાંથી તણાઈ આવેલું એક મોટું કન્ટેનર નજરે પડતાં ગ્રામજનોમાં ભારે કુતૂહલ ફેલાયું હતું. આ કન્ટેનરને જોઈને આસપાસના ઝીંગા તળાવમાં કામ કરતા કામદારોએ તેને બાંધીને કિનારે લાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ દહેજ મરીન પોલીસ અને હાંસોટ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે કન્ટેનરની તપાસ કરતાં સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે તેમાંથી બાળકોના બુટ-ચપ્પલનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે આ અંગે તાત્કાલિક કસ્ટમ વિભાગને જાણ કરી હતી, અને હવે કસ્ટમ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ, દરિયામાં મોટી ભરતી દરમિયાન કોઈ મોટા જહાજ (સીપ) માંથી આ કન્ટેનર પડી ગયું હોય તેવું મનાઈ રહ્યું છે. જોકે, આ કન્ટેનર કઈ કંપનીનું છે, કયા દેશથી આવી રહ્યું હતું, અને કઈ સંજોગોમાં તે દુર્ઘટનાનો ભોગ બન્યું તે સહિતની તમામ વિગતો પોલીસ અને કસ્ટમ વિભાગની વિસ્તૃત તપાસ બાદ જ બહાર આવશે. હાલ તો આ રહસ્યમય કન્ટેનર અને તેમાંથી મળેલા બાળકોના જૂતાના જથ્થાને લઈને અનેક તર્કો વિતર્કો થઈ રહ્યા છે.

ઇસુબ દિવાન, હાંસોટ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *