ટ્રક કન્ટેનર અને ઈક્કો ગાડી વચ્ચે ભયંકર અકસ્માતમાં પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસરના જાદવ પરિવાર ઈક્કો ગાડી માં સવાર થઈ ને પોતાની દીકરીની કરજણ સાસરીમાં દશામાની ઉજવણીની વિધી માં પરત જંબુસર પરત થતા હતા અને નડ્યો અકસ્માત.અકસ્માત માં અંદાજિત પ્રાઇવેટ ઈક્કો ગાડી નાં અજિત અમરસંગ જાદવ પરિવાર નાં જેન્સ તેમજ લેડીઝ તેમજ નાના ભૂલકા એમ કુલ ૦૬ એકજ પરિવાર નો સમાવેશ નાં માહિતી પ્રાપ્ત થઈ છે.
અકસ્માત એટલો ભયંકર હતો કે મહાકાય ટ્રક ઈક્કો ગાડી માં ડ્રાઇવર સાઈડ ધડાકાભેર અકસ્માત કરી રોડની સાઈડ પર ઝાડ સાથે અથડાઈ છે અને ઈક્કો ગાડી મેઈન રોડ છોડી ને રોડ ની સાઈડ પર કાસમા પલટી મળી ગઈ હતી.અકસ્માતને પગલે 108 ને ફોન કરતા ઘટના સ્થળે દોડી આવી તમામ અકસ્માત ને પગલે ઘાયલ થયેલા ને આમોદ રેફરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ હાજર ડોક્ટર દ્વારા વધુ સારવાર જરૂરત જણાતા જંબુસર નાં દારૂલ કુરાન હોસ્પિટલમાં રીફર કરવાના આવ્યા હતા આમોદ પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com