ભરુચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામના વતની સત્યપાલસિંહ રાજેન્દ્ર સિંહ અટાલિયા નિવૃત થતા તેઓ નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.18 વર્ષ સુધી અલગ અલગ જગ્યા પર ભારતીય સેનામાં ફરજ બજાવી પરત ફરેલ જવાન ને ઉપસ્થિત લોકો એ ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું .રાજપારડી ચાર રસ્તા ખાતે સ્વાગત કરાયા બાદ આર્મી મેન ના માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે ઉપસ્થિ લોકો જવા રવાના થયા હતા .ત્યાં આર્મી મેન ના સન્માન સમારોહ યોજાયો હતો.મોટી સખ્યામાં લોકો જોડાઈ દેશ ભક્તિ ના રંગે રંગાયા હતા.
Author: Kadar Khatri
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241