Geo Gujarat News

આમોદ: પ્રજાપિતા બ્રહ્માકુમારીના બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

આમોદ પોલીસ મથકે આજ રોજ પ્રજાપિતા બ્રહ્માકુમારીના બહેનો દ્વારા ભાઈ – બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આમોદ પોલીસ મથકે આજ રોજ નાયબ પોલીસ અધિક્ષક પી. એલ.ચૌધરી,પોલીસ ઇન્સ્પેકટર રાજુ કરમટિયાની સહિત પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી જમણા હાથે રાખડી બાંધી હતી.રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું.અને પોલીસ જવાનોને આશીર્વાદ આપ્યા હતા.પોલીસ જવાનોએ બહેનોની રક્ષા કરવાની ખાતરી આપી હતી.આમોદ પોલીસ મથકે પ્રજાપિતા બ્રહ્મા કુમારી સરભાણ કેન્દ્રના સંચાલિકા પ્રીતિબેને સૌ પોલીસ મિત્રોને રાખડી બાંધી હતી.

આ પ્રસંગે જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા ભારતભરમાં તેમજ વિશ્વના ૧૪૦ દેશોમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિનું આ પર્વ છે.અને એકબીજા પ્રત્યે પ્રેમભાવ વધે અને પવિત્રતાનું મહત્વ સમજાઈ તે ભાવથી આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.રક્ષાબંધન પર્વ એ ભારતીય પરંપરા સાથે જોડાયેલું પર્વ છે જે પરસ્પર પ્રેમ વરસાવે છે.ભાઇ બહેનને પ્રવિત્ર સ્નેહે બાંધવાનું આ પર્વ છે.ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય તે માટે આ પર્વ ઉજવવામાં આવે છે.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *