Geo Gujarat News

આમોદ નગરમાં ‘હર ઘર તિરંગા’ યાત્રાનું ભવ્ય આયોજન, દેશભક્તિનો માહોલ છવાયો

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી થઈ રહી છે, ત્યારે આમોદ નગરમાં પણ આ અભિયાન અંતર્ગત એક અતિ ભવ્ય અને સુંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાહ એન.એન.એમ.સી. ચામડીયા હાઈસ્કૂલ દ્વારા આયોજિત આ યાત્રામાં રાષ્ટ્રગીતના સંગીત પર ડી.જે.ના તાલ સાથે વિદ્યાર્થીઓ અને નગરજનો ઉમંગભેર જોડાયા હતા.

15મી ઓગસ્ટની પૂર્વસંધ્યાએ આયોજિત આ તિરંગા યાત્રા બે કિલોમીટર લાંબી હતી. જેમાં વિદ્યાર્થીઓ લાંબી કતારમાં ઉભા રહીને રાષ્ટ્રગીતના ગીતો સાથે આમોદ નગરને ગુંજવી દીધું હતું. આ યાત્રા ચામડીયા હાઈસ્કૂલથી શરૂ થઈને નગરના મુખ્ય બજાર, બગાસાચોરા થઈને મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને મચ્છી માર્કેટથી ફરી ચામડીયા હાઈસ્કૂલ ખાતે સમાપ્ત થઈ હતી. આ યાત્રા દરમિયાન “ઈન્કલાબ ઝીંદાબાદ”, “ગાંધીજી અમર રહો”, “ગલી ગલી મેં નારા હૈ, હિન્દુસ્તાન હમારા હૈ”, “વંદે માતરમ્” જેવા દેશભક્તિના સુત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો હતો.

આ ભવ્ય તિરંગા યાત્રામાં ચામડીયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્કાર વિદ્યાલયના બાળકો પણ જોડાયા હતા. આ ઉપરાંત આમોદ નગરપાલિકાના પ્રમુખ અને અન્ય સભ્યો, નગરપાલિકાના ભાજપના હોદ્દેદારો પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. આમોદ પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી. કરમટીયાના નેતૃત્વ હેઠળ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી આયોજન શાંતિપૂર્ણ રીતે પાર પડી શકે. આ સફળ આયોજન દ્વારા આમોદ નગરમાં દેશભક્તિનો માહોલ વધુ ઘેરો બન્યો હતો.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *