Geo Gujarat News

આમોદ: બચ્ચો કા ઘર ખાતે 79મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી, દેશભક્તિના રંગે રંગાયા નાગરિકો

સમગ્ર ભારતની જેમ ભરૂચ જિલ્લાના આમોદ ખાતે પણ 15મી ઓગસ્ટના રોજ 79મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની ઉજવણીમાં નાગરિકો અને ખાસ કરીને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્ય કાર્યક્રમ બચ્ચો કા ઘર ખાતે યોજાયો હતો, જ્યાં ટ્રસ્ટી બશીર રાણાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા. વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને નાટકો દ્વારા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કર્યા હતા, જેનાથી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ કાર્યક્રમ ઉપરાંત, આમોદની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન સહિતની સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદન અને રાષ્ટ્રીય ગીત ગાઈને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આમોદના દરેક ખૂણામાં સ્વતંત્રતા દિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો, જે રાષ્ટ્ર પ્રત્યેની એકતા અને ગૌરવની ભાવનાને દર્શાવે છે. આ ઉજવણીએ ભવિષ્યની પેઢીમાં દેશભક્તિના સંસ્કારોનું સિંચન કર્યું છે અને સૌને એકતાના તાંતણે બાંધ્યા છે.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *