અંકલેશ્વર એનવાયરો પ્રિઝર્વેશન સોસાયટી (AEPS) દ્વારા ઉદ્યોગોમાં પર્યાવરણ સંરક્ષણ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની અદ્યતન ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવા માટે બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના રીજીયોનલ ઓફિસર જીજ્ઞાશા ઓઝાએ આ સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સેમિનારમાં આશરે 500 ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે.
વિવિધ સત્રોમાં નિષ્ણાતો દ્વારા વેસ્ટ વોટર મેનેજમેન્ટ, વેસ્ટ ટુ રિકવરી અને પર્યાવરણ જાળવણીના મહત્વ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉદ્યોગોને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નોટિફાઈડના ચેરમેન અમુલખ પટેલ, એઇપીએસના ચેરમેન અતુલ બુચ, ડીપીએમસીના કો-ઓર્ડિનેટર વિજય આસર અને અન્ય ઉદ્યોગ અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સેમિનારથી અંકલેશ્વરના ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણની સુરક્ષાને પણ સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com