Geo Gujarat News

ભરૂચ: તવરા ગામે પોસ્ટલ સેવા ખોરવાઈ, 15 દિવસથી ટપાલ વિતરણ બંધ થતા લોકો પરેશાન, પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગ.

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે છેલ્લા 15 દિવસથી ટપાલ વિતરણની કામગીરી ઠપ્પ થઈ જતાં ગ્રામજનો અને આસપાસની સોસાયટીના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જરૂરી દસ્તાવેજો અને પત્રો સમયસર ન મળવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે.

તાજેતરમાં ગામલોકોએ તવરા પોસ્ટ ઓફિસની મુલાકાત લેતાં અંદર ટપાલોના ઢગલા જોવા મળ્યા હતા, જે છેલ્લા ઘણા દિવસોથી વિતરણ વગર પડ્યા હતા. ફરજ પર હાજર કર્મચારી ખુશી એચ. પ્રજાપતિએ જણાવ્યું કે ટપાલ વિતરણ માટે જવાબદાર કર્મચારી ગૌરવ મોહનભાઈ પટેલ છેલ્લા 12 તારીખથી ફરજ પર ગેરહાજર છે. આ મામલે ભરૂચ હેડ ઓફિસને અનેકવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ટપાલોનો ભરાવો થયો છે.આ પરિસ્થિતિથી ગુસ્સે થયેલા ગામલોકોએ તવરા પોસ્ટ ઓફિસનો ઘેરાવ કર્યો હતો. મામલો ગરમાતા ભરૂચ પોસ્ટલ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ અર્જુનસિંહ ચાવડા સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, તેમણે ગામલોકોને સંતોષકારક જવાબ ન આપતાં પરિસ્થિતિ વધુ તંગ બની હતી. અંતે ઉચ્ચ અધિકારીએ ગામલોકોને ખાતરી આપી કે ટપાલ વિતરણની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે.તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં જ નવા કર્મચારીની નિમણૂક કરીને ટપાલ વિતરણની વ્યવસ્થા ફરીથી સુચારુ રીતે શરૂ કરવામાં આવશે. જે બાદ જ ગામલોકો શાંત પડ્યા હતા. આ ઘટનાએ સરકારી સેવાઓની બેદરકારી પર અને પોસ્ટ વિભાગની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોને આશા છે કે આ ખાતરી મુજબ ટપાલ સેવા વહેલી તકે રાબેતા મુજબ શરૂ થશે.આ સમગ્ર ઘટનામાં પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓની નિષ્ક્રિયતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. એક પોસ્ટમેનની લાંબા સમયની ગેરહાજરી વિશે વારંવાર જાણ કરવા છતાં ભરૂચ હેડ ઓફિસ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેના કારણે એક નાનકડા ગામની પોસ્ટલ સેવા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ. આ સંવેદનહીનતા અને બેદરકારીએ સરકારી તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. જો ગામલોકોએ જાતે આ મામલો ઉગ્ર ન બનાવ્યો હોત, તો કદાચ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો ન હોત.ગામલોકોના ભારે રોષ અને ઘેરાવ બાદ આખરે ભરૂચ પોસ્ટલ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ અર્જુનસિંહ ચાવડા તવરા પોસ્ટ ઓફિસે પહોંચ્યા હતા. શરૂઆતમાં તેમણે સંતોષકારક જવાબ ન આપતાં પરિસ્થિતિ વધુ તંગ બની હતી, પરંતુ અંતે તેમણે ગ્રામજનોને ખાતરી આપી કે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે વહેલી તકે એક નવા કર્મચારીની નિમણૂક કરીને ટપાલ વિતરણની વ્યવસ્થા ફરીથી સુચારુ રીતે શરૂ કરવામાં આવશે. આ સાથે જ, ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની પણ તેમણે હૈયાધારણા આપી હતી. આ ખાતરી બાદ જ ગામલોકો શાંત પડ્યા હતા.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *